Posts

ચહેરા પર ચહેરો

Image
ચહેરા પાછળ ચહેરો ****************** આજના જમાનામાં દરેક વ્યક્તિ ડબલ ચહેરો લઈને ફરે છે. પોતાના માટે કંઈક બીજા માટે કંઈક પોતાનો ચહેરો બનાવે છે.બીજાના સામે કંઈક એની પાછળ કંઈક,પોતાના એક ચહેરો બનાવી રાખે છે. ચહેરાની પાછળ એના અનેક ચહેરાઓ છુપાયેલા છે. ઘણા લોકો મુખવટો પહેરી રાખે છે.દુનિયાની સામે કંઇક બતાવે છે અને પાછળ કંઈક હોય છે. જુઠ્ઠાણની તાકાત એટલી નથી હોતી કે સત્યને દબાવી દે ,પણ એનો જોર એટલે દેખાય છે કે સત્ય જાણવા છતાં લોકો ચુપ રહે છે . કેમ કે લોકો એવું સમજે છે કે આપણે આ મામલા થી કોઈ લેવાદેવા નથી તો શું કામ વચ્ચે પડવું ? પોતાની જાતને બધાની સામે એક ઢોંગી બનીને પોતાનો ચહેરો બતાવે છે કે એમને આ મામલાથી કોઈ લેવા દેવા નથી એટલે સત્ય જાણવા છતાં ચૂપ રહે છે અને કહે છે કે અમને આ મામલાની કોઇ જાણ નથી.     સમાજના પ્રતિષ્ઠિત લોકો સમાજની આગળ પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે એના માટે મુખવટો પહેરી રાખે છે. સમાજની સામે દુનિયાભરની મોટી મોટી વાતો કરશે સ્ત્રી ને સન્માન આપવું જોઈએ દીકરીને ભણાવી જોઈએ.એમની ઈજ્જત કરવી જોઈએ.પણ શું બધી જગ્યાએ થાય છે ખરું ? જ્યાં એક વ્યક્તિ સ્ત્રીના સન્માન માટે એન...

સગપણ

Image
      સગપણ **************** જીવનમાં સગપણ પણ અનેરા હોય છે . કુદરત તમને અમુક સંબંધ આપે છે . જે સંબંધ લોહીના સંબંધ હોય છે . જેને આપણે સ્વીકારવું જ પડે છે . જીવનમાં ક્યારેક- ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ નહોવા છતાં એક લાગણીનો સંબંધ બંધાય છે . જે સંબંધને આપણે પોતે પંસંદ કરીએ છીએ .       જે સંબંધ તમને ખુશી આપે , હૂંફ આપે છે . આ સંબંધ કોઈ પણ સ્વરૂપમાં તમે જોઈ શકો છો . મિત્રતાના રૂપમાં , ગુરુ- શિષ્યના રૂપમાં , પ્રેમી- પ્રેમિકાના રૂપમાં , પતિ-પત્નીના રૂપમાં એવાં કેટલાં સંબંધ હશે જે લોહીના સંબંધ નથી પણ લાગણીના સંબંધથી બંધાયા છે . જીવનમાં દરેક સંબંધની કયારેક તો કસોટી થાય જ છે . દરેક સંબંધ પરીક્ષા માંગે છે . જે આ પરીક્ષા પાસ કરી લે એ સંબંધ નિભાવી જાણે છે . સમય એવો બાદશાહ છે કે એ કયારે કોની સાથે લાગણીનું સગપણ કરાવી દે એ કોઈ ક્હી નથી શકતું . લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ હંમેશા ચઢિયાતા અને મજબૂત સાબિત થયા છે . માણસ કયારે સંબંધોમાં છેતરપીંડી પણ કરે છે . પોતાના મતલબ માટે એ રમત પણ રમે છે . તમે ચહેરા પર કેટલો પણ મેકઅપ લગાવી લો પણ એ કયારેક તો ઊતરે...

વિસામો

Image
વિસામો ************ કૌશિક અને આશાના ઘરમાં રોજ ઝઘડા થતા હતા .આશાએ કૌશિકને કહ્યું કે હવે તમારા પિતાની સેવા મારાથી નહીં થાય.એમને કહો કે એમને બંદોબસ્ત કરી લે.કૌશિક એના પિતાને કહે છે કે પિતાજી હવે હું તમારો ખર્ચ ઉપાડી શકું એમ નથી તમે તમારા બંદોબસ્ત કરી લો.પિતાએ હસતા મુખે કહ્યું કે કશો વાંધો નહિ બેટા ,તું મને વિસામો જયાં મારા મિત્રો રહે છે ત્યાં મૂકી આવ.        કૌશિક એના પિતાને વિસામોમાં મુકવા જાય છે.ત્યાં એની મુલાકાત અરવિંદભાઈ પટેલ સાથે થાય છે.એ કૌશિકને જોતા જ કહે છે કે તું કૌશિક છે ને ? કૌશિક જવાબ આપે છે હા.હું તમારા મિત્રને થોડા દિવસ માટે અહીં મુકવા  આવ્યો છું.    અરવિંદભાઈ કહે છે કે આજથી ત્રીસ વર્ષ પહેલા મિતેશભાઇ તને અહીંથી લઇ ગયા હતા.આ સાંભળીને કૌશિકના પગ તળે જમીન ખસી જાય છે. ચૌધરી રશ્મિકા "રસુ " અમદાવાદ