વિસામો

વિસામો
************
કૌશિક અને આશાના ઘરમાં રોજ ઝઘડા થતા હતા .આશાએ કૌશિકને કહ્યું કે હવે તમારા પિતાની સેવા મારાથી નહીં થાય.એમને કહો કે એમને બંદોબસ્ત કરી લે.કૌશિક એના પિતાને કહે છે કે પિતાજી હવે હું તમારો ખર્ચ ઉપાડી શકું એમ નથી તમે તમારા બંદોબસ્ત કરી લો.પિતાએ હસતા મુખે કહ્યું કે કશો વાંધો નહિ બેટા ,તું મને વિસામો જયાં મારા મિત્રો રહે છે ત્યાં મૂકી આવ.
       કૌશિક એના પિતાને વિસામોમાં મુકવા જાય છે.ત્યાં એની મુલાકાત અરવિંદભાઈ પટેલ સાથે થાય છે.એ કૌશિકને જોતા જ કહે છે કે તું કૌશિક છે ને ? કૌશિક જવાબ આપે છે હા.હું તમારા મિત્રને થોડા દિવસ માટે અહીં મુકવા  આવ્યો છું.
   અરવિંદભાઈ કહે છે કે આજથી ત્રીસ વર્ષ પહેલા મિતેશભાઇ તને અહીંથી લઇ ગયા હતા.આ સાંભળીને કૌશિકના પગ તળે જમીન ખસી જાય છે.

ચૌધરી રશ્મિકા "રસુ "
અમદાવાદ

Comments

Popular posts from this blog

સગપણ

ચહેરા પર ચહેરો