ચહેરા પર ચહેરો
ચહેરા પાછળ ચહેરો
******************
આજના જમાનામાં દરેક વ્યક્તિ ડબલ ચહેરો લઈને ફરે છે. પોતાના માટે કંઈક બીજા માટે કંઈક પોતાનો ચહેરો બનાવે છે.બીજાના સામે કંઈક એની પાછળ કંઈક,પોતાના એક ચહેરો બનાવી રાખે છે. ચહેરાની પાછળ એના અનેક ચહેરાઓ છુપાયેલા છે. ઘણા લોકો મુખવટો પહેરી રાખે છે.દુનિયાની સામે કંઇક બતાવે છે અને પાછળ કંઈક હોય છે. જુઠ્ઠાણની તાકાત એટલી નથી હોતી કે સત્યને દબાવી દે ,પણ એનો જોર એટલે દેખાય છે કે સત્ય જાણવા છતાં લોકો ચુપ રહે છે . કેમ કે લોકો એવું સમજે છે કે આપણે આ મામલા થી કોઈ લેવાદેવા નથી તો શું કામ વચ્ચે પડવું ? પોતાની જાતને બધાની સામે એક ઢોંગી બનીને પોતાનો ચહેરો બતાવે છે કે એમને આ મામલાથી કોઈ લેવા દેવા નથી એટલે સત્ય જાણવા છતાં ચૂપ રહે છે અને કહે છે કે અમને આ મામલાની કોઇ જાણ નથી.
સમાજના પ્રતિષ્ઠિત લોકો સમાજની આગળ પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે એના માટે મુખવટો પહેરી રાખે છે. સમાજની સામે દુનિયાભરની મોટી મોટી વાતો કરશે સ્ત્રી ને સન્માન આપવું જોઈએ દીકરીને ભણાવી જોઈએ.એમની ઈજ્જત કરવી જોઈએ.પણ શું બધી જગ્યાએ થાય છે ખરું ? જ્યાં એક વ્યક્તિ સ્ત્રીના સન્માન માટે એના સત્ય ,ન્યાય માટે લડી રહ્યો હોય છે. ત્યાં અમુક પ્રતિષ્ઠિત લોકો સત્ય જાણવા છતાં મૂંગા રહે છે તો આવા લોકોને શું કહેવું જોઈએ ? જ્યારે સત્યના પડખે ઊભા રહીને એમને બોલવાની જરૂર હોય છે , ત્યારે એમના હોઠ બીડાઈ જાય છે કે આપણાં સુધી વાત આવી જોઈએ નહિ . ખોટું કોણ મામલામાં પડે? હંમેશા આવા લોકોથી દૂર રહો કે જે સત્ય જાણે છે ,સમજે છે, છતાં મૂંગા રહે છે. કેમકે આવી વ્યક્તિ વિશ્વાસને લાયક હોતી નથી . આવી વ્યક્તિ ગમે ત્યારે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે . આવા વ્યક્તિઓ ફક્ત મતલબના સંબંધ રાખે છે.જ્યાં સુધી તમારા થી ફાયદો થશે ત્યાં સુધી તમારી હા રાખશે. તમારાથી અમને કોઈ લાભ મળશે નહીં તો એ સત્ય જાણશે તો પણ મૂંગા બનીને તમાશો જોશે .જે વ્યકિત સત્ય માટે કે ન્યાય માટે ઊભો ન રહે તેવી વ્યક્તિ તમને ક્યારેય પણ તકલીફમાં સાથ નહી જ આપે. કેમ કે આવા લોકો ડબલ ચહેરાવાળા હોય છે જે બધાથી પોતાનું અસલી સ્વરૂપ છુપાવીને રાખે છે . દુનિયાથી પોતાને છુપાવીને રાખે છે કારણ કે બધાની સામે સત્યને જાણવાં છતાં ચૂપ રહે છે , એવા લોકોને એમ કે મારે શું કામ કોઈનો વિરોધ કરવો મારે શું સંબંધ છે? શું આ માનવતાની દ્રષ્ટિએ યોગ્ય છે? તમે સત્ય જાણો પણ સમાજના પ્રતિષ્ઠિત લોકો આગળ એના સ્વીકારો નકરો તો એ શુ કામનું? તમે પોતાનો પક્ષ ના મૂકો તો એ શું કામનું ?માનવી લાગણીથી બંધાયેલો હોય છે એ કયારે કયારે લોકો શુ કહેશે એ ડરથી પોતાના મંતવ્ય રજૂ નથી કરતાં. લોકો શુ કહેશે એ ન વિચારવુ જોઈએ .તમે જે છો એ જ રહો.શુ કામ તમારે પોતાના અસલી ચહેરાને છુપાવો છે ?જે છો એ જ રહો.પોતાના વ્યક્તિત્વ અને અસ્તિત્વને ચહેરા પાછળ છુપાવશો નહિ કેમ કે દુનિયા અસલી વસ્તુની જ કિંમત આંકી છે.ઝેરોક્ષ કોપી કે કાર્બન કૉપી નહીં .ચૌ
ચૌધરી રશ્મિકા "રસુ"
Comments
Post a Comment