સગપણ
સગપણ
****************
જીવનમાં સગપણ પણ અનેરા હોય છે . કુદરત તમને અમુક સંબંધ આપે છે . જે સંબંધ લોહીના સંબંધ હોય છે . જેને આપણે સ્વીકારવું જ પડે છે . જીવનમાં ક્યારેક- ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ નહોવા છતાં એક લાગણીનો સંબંધ બંધાય છે . જે સંબંધને આપણે પોતે પંસંદ કરીએ છીએ .
જે સંબંધ તમને ખુશી આપે , હૂંફ આપે છે . આ સંબંધ કોઈ પણ સ્વરૂપમાં તમે જોઈ શકો છો . મિત્રતાના રૂપમાં , ગુરુ- શિષ્યના રૂપમાં , પ્રેમી- પ્રેમિકાના રૂપમાં , પતિ-પત્નીના રૂપમાં એવાં કેટલાં સંબંધ હશે જે લોહીના સંબંધ નથી પણ લાગણીના સંબંધથી બંધાયા છે . જીવનમાં દરેક સંબંધની કયારેક તો કસોટી થાય જ છે . દરેક સંબંધ પરીક્ષા માંગે છે . જે આ પરીક્ષા પાસ કરી લે એ સંબંધ નિભાવી જાણે છે . સમય એવો બાદશાહ છે કે એ કયારે કોની સાથે લાગણીનું સગપણ કરાવી દે એ કોઈ ક્હી નથી શકતું . લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ હંમેશા ચઢિયાતા અને મજબૂત સાબિત થયા છે . માણસ કયારે સંબંધોમાં છેતરપીંડી પણ કરે છે . પોતાના મતલબ માટે એ રમત પણ રમે છે . તમે ચહેરા પર કેટલો પણ મેકઅપ લગાવી લો પણ એ કયારેક તો ઊતરે જ છે . જે સંબંધને હંમેશા તમારે સાબિતી આપવી પડે , પુરાવા આપવા પડે એ સંબંધ કે સગપણ કેટલા અંશે વ્યાજબી છે ? કોઈ પણ સગપણને મજબૂરીમાં નિભાવો યોગ્ય નથી . કેમ કે એ તો તમે પોતાની સાથે જ અન્યાય કરી રહ્યા છો અને જેની સાથે તમારું એક સગપણ છે એની સાથે પણ તમે અન્યાય જ કરો છો . કયારે પણ સંબંધને મજબૂરી માટે નિભાવો ન જોઈએ . એ તમને દુઃખ સિવાય બીજું કશું જ નહિ આપી શકે . કોઈ પણ સંબંધમાં શંક કરીને બરબાદ થવું તેના કરતાં એમાં વિશ્વાસ કરીને લૂંટાઈ જઉં વધુ સારું છે . જો સંબંધ લાગણીનો સાચો હશે તો એ જીવનમાં તમને હંમેશા પ્રેરણા પૂરી પાડશે અને જો સ્વાર્થનો હશે તો કંઈક સબક શીખવાડીને ચાલ્યો જશે .
સગપણમાં હંમેશા લાગણીનું બીજ હોવું ખૂબ જરૂરી છે . જેને તમે પ્રેમ રૂપી ખાતર હંમેશા નાખતા રહો તો એ છોડ કયારે નહિ સુકાય .
ચૌધરી રશ્મિકા "રસુ "
અમદાવાદ
Comments
Post a Comment